Saturday, November 16, 2024

મોરબી જિલ્લામા કાયદો વ્યવસ્થા ખાડે… મારામારી વધતા બનાવો વચ્ચે યુવતીનું ઘરમાં ઘુસી અપહરણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લો જાણે કે ધણી ધોરી વગરનો હોઈ તેમ મારામારી બનાવો છાસ વારે બની રહ્યા છે હાલ પુરા થયેલા રાફડેશ્વરના મેળામાં થયેલ માથાકૂટ બાદ રબારી અને દરબાર ગ્રુપ વચ્ચે પણ બે દિવસ પેહલા માથાકૂટના સમાચારો આવ્યા હતા જો કે તે અલગ વાત છે અસામાજિક તત્વો મોરબી પોલીસની નબળી કામગીરીથી વાકેફ થઇ ગઈ હોઈ એક પણ ઘટનાની ફરિયાદ હજુ સુધી થઈ નથી ત્યારે મોરબી જિલ્લાના છેવાડાના ગામમા થી એક યુવતીના અપહરણની ઘટના સામે આવી છે.

આ અંગે મૂળ વવાણીયા ગામના વતની છે અને હાલ મોરબી રહેતી અને અભ્યાસ કરતી ફરીયાદી યુવતી જેનો યુવાન ભાઈ નામ ધરમ જેની હકીકત જાણવા તેના ફુવા આહાભાઈ સવસેટાએ ગત તા.10 ના રોજ યુવતીના પિતાને ફોને કર્યો હતો કે ધરમ ઘરે છે કે નહી કેમ કે આહાભાઈ ને પણ દેવગઢ ગામમાથી ફોન આવ્યો હતો ત્યાં કોઈ કાનાભાઈની પુત્રી ઘરે નોહતી માટે તેને ધરમ ઉપર શંકા હતી કે તે તેની પુત્રીને ભગાડી ગયો હશે માટે આવો ફોન કર્યો હતો.

યુવતીને ફોને કર્યા બાદ ઘટનાની ગંભીરતા સમજી યુવતીના મામાં વાસુરભાઈ અને ભરત દાના સવસેટા તેને અને તેની મુમ્મીને ફાડસર પોતાના ગામ લઇ ગયા હતા. તૉ બીજી તરફ ધરમનો ફોન બંધ આવતા તેના પિતા તેને ગોતવા સગાસબંધીને ત્યાં નીકળા હતા. યુવતી અને તેની માતાને ફાડસર લાવી તેના મામા એમ સમજતા હતા કે તે સેફ છે પણ તેઓ ખોટા વહેમમાં હતા કેમ કે ગઈ કાલે મતલબ તા.11 માર્ચના ના રોજ કાનજી સવસેટા, જયદીપ, વિક્રમ અને જયલો નામનો વ્યક્તિ ફાડસર પોહચી ગયા હતા અને ખુલી તલવાર વડે આંતક મચાવી યુવતી તેની માતા અને મામીની હાજરીમા જ ફાડસરથી અપહરણ કરી પ્રથમ ચારરસ્તા અને બાદમાં અમદાવાદ હાઈ વે ઉપર લઇ ગયા હતા. જ્યાંથી બાદમાં પોલીસને જાણ થઈ ગ્યાની ભીંસ વધતા કાનાભાઇએ અપહરણ કરતાને માળીયા પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતા બાદમાં મોરબી તાલુકાનો બનાવ હોઈ જ્યાં ફરિયાદી યુવતીના સગા સાથે રવાના કરી તેની ફરિયાદ લેવામાં આવી હતી.

હાલ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળના ગુનાની અલગ અલગ કાલમો હેઠળ મોરબી તાલુકામાં ગુનો નોંધાયો છે પણ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં નથી ભરવામાં આવ્યા. મોરબી તાલુકા પી. આઈ. ની કામગીરીની પર અનેક સવાલો ઉભા થયા છે ત્યારે હાલ થોડા સમય પેહલા પણ એક પટેલ યુવાને આત્મહત્યા કરી તે ઘટનામા પણ કોઈ તપાસ થઈ નથી મૃતકના પરિવાર અને બીજા લોકો દ્વારા મોત પછાડનું સાચું કારણ અને સાચા ગુનેગારના નામ છુપાવામા આવી રહ્યા છે અને તાલુકા પોલીસ પણ યોગ્ય તપાસ કરવાની તસ્દી નથી લેતી આ ઉપરાંત હાલ આ ગંભીર ઘટના સામે આવી છે હવે એમાં શું તપાસ થાય છે તે જોવાનું રહ્યું. બાકી મોરબી જિલ્લામાં અને ખાસ કરી તાલુકા વિસ્તારમા જે ગંભીર ઘટના બને છે તે ઘટના ઓછી થાય તેના માટે અસામાજિક તત્વોને જે અધિકારીનો ડર હોઈ તેવા અધિકારીને યોગ્ય સ્થાને મુકાય પણ હાલ તૉ અમુક કાબેલ અધિકારીને એસપીએ શોભાના પૂતળા બનાવી રાખ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર