મોરબી જીલ્લાના બેલા ગામના શ્રી ખોખરા હનુમાન ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઈ
મોરબી: ખોખરા હનુમાન ધામના પરિસરમાં મહા મંડલેશ્વર શ્રીકનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત “સદ્વગુરુ વાત્સલ્ય વાટીકા” માં કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા આ બાળકો માટે, વિનામુલ્યે સર્વાંગી વિકાસ ના હેતુથી આવા બાળકોની અઢાર (0 થી ૧૮) વર્ષ સુધીની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવા અપીલ. સંપર્ક માટે મોબાઈલ નંબર 9904955552 , 9898255055 અથવા આશ્રમના કાર્યાલય પર સંપર્ક કરવો.