મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર પર લાંચનો લાગ્યો આરોપ
મોરબી: મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળા થી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જેમાં ફાઈલ પાસ કરાવા આરોપીએ લાંચની માંગણી કરી હોવાનો જાગૃત નાગરિકે આક્ષેપ કરતા મોરબી એ.સી.બી.એ આરોપી વિરુદ્ધ આગળ તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ ફરીયાદી ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ. જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળા થી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલમા અભિપ્રાય નહી આપતા પોપટભાઇ આરોપીને રૂબરૂ મળતા આરોપી ઉમંગભાઈ ચૌધરીએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરેલ જે બીલની રકમ મુજબ ફરીયાદીએ આરોપીને રૂ.૨,૫૫,૦૦૦/-આપવાના થતા હોય જે પૈકિ રૂ.૨,૦૦,૦૦૦/- આજરોજ આપી જવાનુ નક્કી કરેલ હોય ફરીયાદી આવી લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા આજે લાંચનુ છટકુ ગોઠવવામા આવેલ જે દરમ્યાન ફરીયાદીન આરોપી ઉમંગભાઇ ચૌધરી, આસીસ્ટન્ટ એન્જીનિયર મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબીવાળા સાથે વાત કરાવતા મોરબીમાં કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂપિયા બે લાખ મોડાસા મોકલી આપવા જણાવેલ જેથી ફરીયાદી તથા પંચો સાથે મોરબી આંગડીયા પેઢીમા જઇ આરોપી સાથે ફરીયાદીએ વાત કરતા ફરીયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારી (સાહેદ) સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી મોડાસા આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરતા ફરીયાદીએ આરોપીના કહેવા મુજબ મુદાની નોટો આંગડીયા પેઢીના કર્મચારીને આપતા જેની સ્લીપ લખી આપતા પંચો રૂબરૂ મુદાની નોટો આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરતા આરોપી ઉમંગ ચૌધરી લાંચનો આરોપ લગાવતા મોરબી એસીબીએ આરોપીને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.
