મોરબી જીલ્લામા સાવડી પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે આગામી તા.5 માર્ચે રકતદાન શિબિર યોજાશે
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડી ખાતે આગામી તારીખ ૦૫-૦૩-૨૦૨૫ ના સવારના ૦૯:૦૦ કલાકના બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત મોરબી અને જી.એમ.ઈ. આર.એસ. મેડીકલ કોલેજ – મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સાવડીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૮ થી ૬૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય અને ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ધરાવતી કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રકતદાન કરનાર વ્યક્તિનું હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોવું જોઈએ. તેમજ દર ત્રણ મહિને રક્તદાન કરી શકાય છે.
રકતદાન થકી આપણે કોઈનું અમૂલ્ય જીવન બચાવવાની યાત્રામાં સહયોગી બની શકીએ છીએ. ઉક્ત રકતદાન શિબિરમાં સ્થાનિકો સહિત આસપાસના વિસ્તારમાંથી નાગરિકો મહત્તમ સંખ્યામાં ભાગ લે તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી, ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.