મોરબી જિલ્લા કક્ષાના સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મોરબીમાં જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છતા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સી.સી.ઇ. સંસ્થાના ટ્રેઈનરઓ દ્વારા સંવાદ સેતુનું આયોજન કરાયું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન યોજનાના સ્ટાફ મિત્રો દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય આધારિત સંવાદ થકી નાગરિકોમાં પ્લાસ્ટિક વપરાશથી થતાં નુકશાન અને પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક ઢબે કરવાના થતા નિકાલ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વ- સહાય જૂથના બહેનો, સરપંચઓ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.