Sunday, January 12, 2025

મોરબી જિલ્લાના 106 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા તેમને મળેલી સતાની રૂઈએ જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

અત્રે જણાવેલ ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારો પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ- ૧ અને ૨, નવલખી દરિયાઈ વિસ્તારના આઈલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા.લી.કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસીથી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીકટ કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ- મોરબી, બસ સ્ટેશન- મોરબી, રેલ્વે સ્ટેશન- મોરબી, સિવિલ હોસ્પિટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈન્ટ, જિલ્લામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ- ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ- ૧ અને ૨, બંગાવડી ડેમના ૧૦૦ મીટરના વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામું આગામી તારીખ ૩૦-૧૧-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર