Friday, November 22, 2024

મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કેન્દ્ર સરકારની મનરેગા યોજના છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે લોકોને જે કોઈ ફરિયાદ હોઈ તો તેના માટે રાજય સરકારના નિર્દેશાનુસાર મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૪ થી પદભાર સંભાળી લીધો છે. જેનું કાર્યક્ષેત્ર મનરેગા કામ બાબત તેમજ મુખ્યત્વે શ્રમિકોની ફરિયાદો સાંભળવી, મળેલ ફરિયાદો અન્વયે એવોર્ડ પાસ કરવો તથા સ્થળ મુલાકાત કરીને મનરેગા યોજના અંગે શ્રમિકોને માહિતી આપવાનું રહે છે. 

તેમજ જો કોઈ ફરિયાદ હોય તો રૂબરૂમાં તેઓ સ્વીકારે છે. શ્રમિકો કે લોકો તેઓની ફરિયાદ કોઈપણ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં રૂબરૂ અથવા ટપાલથી પણ મોકલી શકે છે. જો લોકપાલ તેમની કચેરીએ ના હાજર હોય તો ઓફિસ સમય દરમ્યાન, ફરિયાદ પેટી તેમની કચેરીના દરવાજા પાસે લગાવેલ છે. તેથી લોકો તેનો ઉપયોગ કરી શકે છે. મોરબીમાં લોકપાલને ફરિયાદ મોકલવાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ અત્રે જણાવ્યા મુજબ છે.

જે અનુસાર લોકપાલ કચેરી, રૂમ નંબર ૧૪૮, જિલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે કેશવજી દેવશીભાઈ અઘારા લોકપાલ તરીકે હાલમાં તેમની ફરજ બજાવી રહ્યા છે. તેમનું ઈમેઈલ આઈ- ડી [email protected] છે અને તેમનો મોબાઈલ નંબર 9512001610 કચેરી અને 9426334428 અંગત નંબર કાર્યરત છે. તેમ નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, મનરેગા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર