મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘની કાર્યકારણી બેઠક ભરતનગર ખાતે મળી; હોદેદારોની કરાઈ વરણી
મોરબી: ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાની કાર્યકારણી બેઠ ભરતનગર ખાતે ભરત વન ફાર્મમાં મળી હતી જેમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ તથા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં અખીલ ભારતીય મંત્રી બાબુભાઈ ખેતાભાઈ પટેલ (બી. કે. પટેલ ), પ્રદેશના સદસ્ય ભીખાભાઇ પટેલ અને સંઘના જિલ્લાકાર્ય વાહકજી મિલનભાઈ પૈડાંની ઉપસ્થિતિમા મળેલ જેમાં જુના હોદેદારોનો કાર્યકાર પૂર્ણ થતા નાવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ જીલેષભાઈ કાલરીયા તેમના ત્રણ વર્ષના કાર્યક્રમમા કરેલ કાગીરીની વિસ્તૃત માહિતી આપેલ.
તેમજ નવા પ્રમુખ તારીકે સિણોજીયા બાબુલાલ, મંત્રી નાથાલાલ ઢેઢી, સહ મંત્રી શેરસીયા હુશેનભાઈ, ઉપપ્રમુખ શઆશીષ કગથળા, પદ્યુમ્નસિંહસિંહ જાડેજા, કોષાધ્યક્ષ પ્રજવલ દેત્રોજા, પ્રચાર પસાર પ્રમુખ શેરસીયા ઉસ્માનભાઈ, યુવાપ્રમુખ ભોરણીયા ભાવેશ, મહિલા સદસ્ય હસુમતીબેન કાલરીયા,જૈવિક પ્રમુખ સવજી ભાઈ સુરાણી, મુકેશ ભાઈ કોરિંગા, જયંતિ ભાઈ ભાટિયા શૈલેષભાઈ દલસાણિયાની વરણી કરવામાં આવી હતી.
જ્યારે ટંકારા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ ભાડજા, મંત્રી દેવેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર તાલુકા પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા, મંત્રી ભુપેન્દ્રસિંહ એન. અને મોરબી તાલુકા પ્રમુખ ખંતિલભાઈ ભીમાણી મંત્રી બાલુભાઈ પંચોટિયા તથા હળવદ તાલુકા પ્રમુખ હિતરાજસિંહ ગોહિલ, મંત્રી જગમાલભાઈ રાઠોડ અને માળીયા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વિરમગામ, મંત્રી અમરશીભાઈ ભાડજાની વરણી કરવામાં આવી હતી.