મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલ ઘટનામા બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી: દાહોદમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી હત્યા નિપજાવી હતી જે દિવંગતને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
ગુજરાત રાજ્યના દોહદ જીલ્લામાં શિક્ષકોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં છે જેમાં દાહોદ જિલ્લામાં એક હેવાન શિક્ષકે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ત્યારબાદ આચાર્યએ બાળકીનું ગળુ દબાવી હત્યા કરી નાખી જે દિવંગતને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથમાં મીણબત્તી રાખી આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.