Friday, November 22, 2024

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના 6 થી 19 વર્ષના બાળકોનો સર્વે હાથ ધરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવાનું આયોજન

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children) અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા (Children with Special Need) બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. આ માટે મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ તા.૦૭/૧૧/ ૨૦૨૪ થી ૧૬/૧૧/૨૦૨૪ સુધી સર્વે હાથ ધરવામાં આવનાર છે.

આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષા દ્વારા અપીલ કરવામાં આવી છે. આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો નજીકની સરકારી શાળામાં, કલસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર