મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.19 એપ્રિલે યોજાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો, જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો અને બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે. ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.