ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૧૦૦ કલાકના એજન્ડા અન્વયે મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લા વિસ્તારમાં રહેતા 187 અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલ છે.
જે પૈકી બુટલેગર-૬૫, જુગારી-૦૨, વારંવાર શરીર સંબંધી ગુન્હા કરતા ઇસમો-૯૩, વારંવાર મિલ્કત સંબંધી ગુન્હા કરતા ઇસમો-૧૯, તેમજ માઇનીંગ તથા અન્ય અલગ-અલગ પ્રકારના ગુન્હા કરતા ઇસમો-૮ મળી કુલ ૧૮૭ ઇસમોનો સમાવેશ કરવામાં આવેલ છે.
