મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા મહિલા દિવસ નિમિત્તે આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરાયું
આજે ૮ માર્ચ એટલે સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના મોરબી જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાના અધ્યક્ષસ્થાને મોરબીના પંચાસર રોડ સથવારા સમાજની વાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સરકારની યોજનાઓ થકી આર્થિક રીતે સશક્ત બનેલ અને પોતાની મહેનત થકી પોતાના પગપર ઉભી રહી આર્થીક રીતે કમાઈ પોતાનુ ઘર ચલાવે છે તેવી આત્મનિર્ભર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ મહિલોઓએ કેવી રીતે સરકારની યોજના દ્વારા આત્મનિર્ભર બની શકાય તે વિષય પર ચર્ચા કરી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબી જીલ્લા પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી તથા જીલ્લા મહામંત્રી કે.એસ. અમૃતીયા, જેઠાભાઈ મિયાત્રા તથા નરેન્દ્રસિંહ ઝાલા તથા જયંતીભાઈ જેરાજ, પ્રદિપભાઇ વાળા તેમજ ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો તથા જીલ્લા મોરચા મંડલ સેલના પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.