મોરબી જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી
જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરુ
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે આજે સવારે ૦૭ વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાન કરવાનો સમય શરૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં વાંકાનેરમાં સવારથી જ મતદાન મથકો ખાતે સ્થાનિકો ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ, યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા છે. હાલમાં તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.