Wednesday, February 12, 2025

મોરબી જિલ્લા RTO કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ/ બિનઅધિકૃત ઈસમોની અવર- જવર પર પ્રતિબંધ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારશ્રીના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે સ્થિત સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબી ખાતે સમગ્ર કમ્પાઉન્ડમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલા હોય, વ્યાજબી કામ સબબ આવેલા અરજદારો તથા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, વ્યક્તિઓના ટોળાઓને આ કચેરી અને આસપાસના વિસ્તારમાં પ્રવેશ કરવા પર અટકાવવા, ઊભા રહેવા અને અત્રે જણાવેલ તમામ બાબતો અનુસાર ગેરકાયદેસર કામગીરી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૧૦/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર