Monday, January 27, 2025

મોરબી જીલ્લાના 34 ગામોમાં લાયબ્રેરીની શરૂઆત કરાવતા ડીડીઓ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ (IAS)ની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ-12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં કરી શકે અને સરકારના વિવિધ ખાતાઓમાં અધિકારી અને કર્મચારી તરીકેની સિદ્ધિ હાંસલ કરે એવા શુભ આશયથી 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે મોરબી જિલ્લાના 34 ગામોમાં, જે તે પોતાના ગામના દાતાઓ દ્વારા યોગદાનનું આહવાન કરી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે 140 જેવા પુસ્તકોની લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી.

જેમાં મોરબી તાલુકાના ૧૨ ગામો, ટંકારા તાલુકાના ૦૬ ગામો, વાંકાનેર તાલુકાના ૧૦ ગામો, માળિયા તાલુકાનું ૦૧ ગામ અને હળવદ તાલુકાના ૦૫ ગામોમાં લાયબ્રેરી કરવામાં આવી છે. આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓ દ્વારા યોગદાન આપી લાયબ્રેરી શરૂ કરાવવા જે. એસ. પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર