મોરબી જિલ્લામાં વકીલાત ક્ષેત્રે સૌથી અનુભવી અગેચણીયા લો ફોર્મના પાંચ ધારાશાસ્ત્રીની નોટરી તરીકે નિમણૂક
મોરબી જિલ્લામાં સૌથી અનુભવી એવા વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત અગેચાણીયા એસોસિએશનના પાંચ (૫) સીનિયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી , આતીશભાઈ ચાનિયા , અને પૂનમ બેન અગેચાણીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક આપેલ છે.
જેથી મોરબી જીલ્લાના વકિલ મંડળો, સાંસદ સભ્યોએ, ધારાસભ્યોએ, રાજકીય પાર્ટીના આગેવાનોએ, પત્રકારોએ, ડોક્ટરોએ, સિરામિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ, અને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા શુભેચ્છા પાઠવી તેમજ પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવવા બદલ અગેચાણીયા લો ફાર્મ ના સંસ્થાપક દિલીપભાઈ અગેચાણીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે.