મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રબળ દાવેદાર કોણ?
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 18 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આ 18 ઉમેદવમાંથી સૌથી પ્રબળ દાવેદાર કોણ ?
જો પાટીદાર સમાજના ઉમેદવાર ની વાત આવે તો અરવિંદભાઈ વાંસડિયા અને કેસ અમૃતિયા ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની રેસમાં આગળ દેખાઈ રહ્યા છે
જો ઓબીસી સમાજ માંથી જીલ્લા ભાજપ પ્રમુખ ની પંસદગી કરવામાં આવે તો જેઠાભાઈ મિયાત્રા સીનીયર અને પીઢ રાજનેતા છે તેમના સીર પર પ્રમુખ નો તાજ આવી શકે છે અને જો પાર્ટી ઓબીસી યુવાનો ને પ્રતિનિધિત્વ આપવા માંગતી હોય તો યુવાનેતા નિર્મલ જારીયા પણ જિલ્લા પ્રમુખની રેસમાં છે.
પાટીદાર ચહેરાઓને ઘણા લોકોએ ઉમેદવારી કરી છે પરંતુ તેમાં અરવિંદભાઈ વાંસદડિયા અને કે.એસ અમૃતિયા પ્રબળ દાવેદાર માની શકાય આ ચાર ઉમેદવારો માંથી કોઈ એક મોરબી જિલ્લા ભાજપના આગામી પ્રમુખ હોઈ શકે તેવું હાલ લાગી રહ્યું છે.
આગામી દિવસોમાં મોરબી મહાનગર પાલિકાની અને ટંકારા નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ને ધ્યાને રાખી આગામી 4-5 દિવસમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની નિમણૂક થઈ શકે તેવું લાગી રહ્યું છે.