મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફી માટે મુખ્યમંત્રીને અરજી કરવાનું મોટાભેલા ગામથી શરૂ
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના વાવેલ પાકો નિષ્ફળ ગયા છે જેના કારણે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણ લીધેલ હોવાથી ખેડૂતોની કફોડી હાલત બની છે જેથી આજે માળિયા તાલુકાના મોટાભેલા ગામેથી ધિરાણ માફી માટેની અરજીના ફોર્મ ભરવાના શરૂ થયા છે જેમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી ધિરાણ માફીની ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતો મના દેવા માફી કેમ નહી? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો પણ નથી મળી રહ્યા અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતો હને યોગ્ય વળતર પણ મળતું નથી, તેમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પોતના વાવેલા પાક્કો નિષ્ફળ ગયેલ હોવાથી અને ખેડૂતો એ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હોવાથી ખેડૂતો કફોડી હાલત માં મુકાયેલા છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાક ધિરાણને દેવા માફીમાં ગણી ધિરાણ માફ કરવા માટે અરજી કરવાનું નક્કી કરેલ તેના અનુસંધાને મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
આ કાર્યમાં કાન્તિલાલ ડી. બાવરવા પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ, ડો. લખમણભાઈ કણઝારીયા મહામંત્રી R.G.P.R.S. મુળુભાઈ ગોહેલ, સરપંચ પ્રતિનિધિ મોટા ભેલા તેમજ મોટી સંખ્યામાં ગામના ખેડૂતો હાજર રહીને અરજીઓ કરવામાં આવી છે.