Sunday, January 19, 2025

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28 નવેમ્બરના રોજ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી તા.૧૦ નવેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે

લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા.૧૦ મી નવેમ્બર સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા સાથે અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. આ અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે, અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ અગાઉ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો ધ્યામાં લેવામાં આવશે નહી. સુનિશ્ચિત તારીખ બાદ આવેલી અરજીઓ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની તમામ અરજકર્તાઓને ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર