Sunday, September 22, 2024

મોરબી : આજે તારીખ 14 ના રોજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હર ઘર તિરંગા અભિયાન થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે – સાંસદ વિનોદભાઈ ચાવડા


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦૮ ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ૧૦૮ ફૂટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવ્યો હતો.

આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાનું આ આયોજન ખૂબ જ સરાહનીય છે. આ મનોહર દ્રશ્ય ખરેખર મનમોહક છે. વધુમાં જણાવ્યું હતું કે. સી.સી. રોડના કામો, સ્ટ્રીટ લાઇટના કામો તથા ૩૮ ડોર ટુ ડોર વાહનો થકી મોરબીની સુવિધામાં વધારો થશે તથા નગરજનોની સુખાકારીમાં પણ વધારો થશે.

આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવી રહ્યા છીએ જે થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ કરેલા આ વિશેષ આયોજન માટે તેમણે મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં આત્મનિર્ભર ભારત અને ભારતની વિશ્વ ગુરુ બનાવવામાં સૌને પોતાનો ફાળો આપવા મોરબીવાસીઓને અપીલ કરી હતી.

સાથે સાથે આજે મોરબીના વિવિધ વિસ્તારોના સી.સી.રોડ, વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ, ૩૮ ડોર ટુ ડોર વાહનો તથા ઘર વિહોણાના આશ્રયસ્થાન માટે મહારાણી નંદકુંવરબા રૈન બસેરા વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયા હતા.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, રાઘવજીભાઈ ગડારા તેમજ વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર