Tuesday, December 24, 2024

મોરબીમાં વૃદ્ધને એક શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં એક શખ્સે વૃદ્ધ પાસે આની કહ્યું કે આપડી વડીલો પાર્જીત જમીનના ભાગની સમસ્યાનુ ક્યારે નિરાકરણ આવશે તેમ કહી વૃદ્ધ સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વૃદ્ધે આરોપી શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામના વતની અને હાલ મોરબી એસ.પી.રોડ.ઈડન ગાર્ડન સોસાયટી એફ -ટાવર, ફ્લેટ નં -૭૦૧ રહેતા ઈશ્વરલાલ અમરશીભાઈ ભોરણીયા (ઉ.વ.૬૩) એ આરોપી શાંતીલાલ રતીલાલ ભોરણીયા રહે. હળવદવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદી મહેન્દ્રનગર ચોકડી આગળ, હળવદ રોડ ઉપર તેમના સંબંધી ના ક્લીનીકના ઉદઘાટનમા ગયેલ હોય અને કલીનીકના ઉદઘાટનમાંથી ફરીયાદી તેમના ઘરે જતા હોય ત્યારે આરોપી ફરી. પાસે આવી કહેલ કે,કે, આપણી વડીલો પાર્જીત જમીનના ભાગની સમસ્યાનુ કયારે નીરાકરણ આવશે તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીને એક ફડાકો મારી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર વૃદ્ધ ઈશ્વરલાલ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર