મોરબી ડીડીઓના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિ તથા મેલેરિયા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગત સીઝન દરમિયાન મેલેરિયા તથા સીઝનલ બીમારીઓની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ નગરપાલીકા વિસ્તારમાં ટી.સી.એલ.પાઉડર, જંતુ નાશક દવાઓ, મેલેરીયલ ઓઇલ, ફીનાઇલ, ટેબલેટ વગેરેના સ્ટોક પોઝીશન અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
હોટલ, લોજ, તથા ખાણીપીણીના અન્ય સ્થળોની, બરફની બનાવટોના કારખાનાઓની તપાસ તથા જનરલ સેનીટેશનના ધોરણો જાળવવા, પીવાના પાણીનું ક્લોરિન ટેસ્ટ તથા બેક્ટેરિયોલોજીકલ તપાસ કરી તપાસના રિપોર્ટ પરથી યોગ્ય કામગીરી, પાઇપલાઇન લીકેજ શોધખોળ અને રીપેરીંગની કામગીરી, પીવાના પાણીનું નિયમિત રીતે ક્લોરીનેશન, પાણીજન્ય અને ખોરાક જન્ય રોગચાળા માટે ઘનિષ્ઠ સર્વેલન્સ સહિતના મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.