મોરબી: ફ્રેન્ચાઇઝ આપવાના બહાને નાગરીકો સાથે ફ્રોડ કરનાર આંતર રાજ્ય ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો
મોરબી: કુલ ૯૦ જેટલી વેબસાઈટ બનાવી સામાન્ય નાગરિકોને વિવિધ ફ્રેન્ચાઇઝ આપવાના બહાને ફ્રોડ કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધારને મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડયો છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન ફેક વેબસાઇટો તથા સોસીયલ મીડીયા પ્લેટફોર્મ્સ ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર ચાલતી જાહેરાતો પર નજર રાખવામાં આવી રહી હતી. તે દરમ્યાન મોરબી વાઘપરામાં રહેતા હીરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા દ્વારા સોસીયલ મીડીયામાં “TATA ZUDIO FRANCHISE” બાબતે સર્ચ કરતા ZUDIO TRENT LIMITED નામનુ પેઝ ઓપન થયે તેના પર તેઓએ પોતાની વિગતો ભરી સબમીટ કરેલ હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન દ્વારા સંપર્ક કરી, ઈ-મેલ આઈ.ડી. HELP@TATAZUDIOPARTNER.IN દ્વારા ફ્રેન્ચાઇઝ મેળવવા ફોર્મ મોકલવામાં આવેલ. જેમાં ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઇઝ માન્ય થયાનુ પ્રમાણ પત્ર આપી ડીપોઝીટ ના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ડીપોઝીટ કરાવી કુલ રૂ. ૨૮,૦૩,૫૦૦/- નુ ઓનલાઇન ફ્રોડ કરેલ હતુ જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ હતો.
આ બનાવમાં આરોપીઓ દ્વારા ઓરીજનલ TATA ZUDIO કંપની જેવી TATAZUDIOPARTNER.IN નામની વેબસાઇટ તથા ઇમેલ આઇ-ડી બનાવવામાં આવેલ હતુ. જે વેબસાઇટના પ્રમોશન માટે ફેસબુક – ઇન્સ્ટાગ્રામ તથા ગુગલ એડ્સમાં જાહેરાતો પ્રસીધ્ધ કરવામાં આવતી હતી. તે જાહેરાતો દ્વારા ફ્રેન્ચાઇઝ લેવા ઇચ્છુક વ્યક્તીઓ પાસેથી ફોર્મ સબમીટ કરાવી, વિવિધ પ્રકારની ડીપોઝીટના બહાને અલગ-અલગ બેન્ક ખાતાઓમાં રૂપીયા ટ્રાન્સફર કરાવી ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવતુ હતુ. આ બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડમાં થયેલ વિવિધ બેંક ટ્રાંજેક્સનોને એનેલાઇઝ કરતા આરોપીઓ દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરાવેલ અને ત્યારબાદ બીહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરી એ.ટી.એમ. મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવેલ હતા. ઉપરોક્ત ટ્રાન્જેક્શનોને ટ્રેક કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસની એક ટીમ બીહાર રાજ્યમાં મોકલવામાં આવેલ હતી પરંતુ મોરબી સાયબર ક્રાઈમની ટીમ બીહાર રાજ્યમાં આરોપીઓ સુધી પહોચે તે પહેલા આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી જવાથી મોરબી સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળેલ ન હતી.
આ ગુન્હાના આરોપીઓ વિવિધ રાજ્યોમાં નેટવર્ક ધરાવતા હોય અને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી પોલીસને પડકાર આપતા હોય. જેથી આ ગુન્હાનો ભેદ ઉકેલવા સાયબર ક્રાઇમ પોલીસદ્વારા એક ટીમની રચના કરવામાં આવી. આ ટીમ દ્વારા ફરીથી અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી. તે દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસને વિવિધ સાયબર ટેકનોલોઝીના ઉપયોગ દ્વારા ગુન્હામાં વપરાયેલ ઇ-મેલ આઈ.ડી, ડોમેઇન અને સોસીયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ જાહેરાતો છત્તીસગઢ રાજ્યના ભીલાઇ શહેરથી સંચાલીત કરાતી હોવાનુ જણાયેલ જે માહીતી આધારેસાયબર ક્રાઇમ ટીમ છત્તીસગઢ રાજ્યમાં તપાસ અર્થે ગયેલ હતા.
ટીમ છત્તીસગઢ રાજ્યના ભીલાઇ શહેરમાં બાતમીવાળા વિસ્તારમાં પહોચી બે દિવસ સુધી તપાસ કરતા આરોપી એક લોન્ડ્રીમાં તેના કપડા ધોવડાવે છે જેથી પોલીસ દ્વારા વેશ પલટો કરી લોન્ડ્રી વાળા માણસો બની આરોપીના રહેણાંક મકાને જઇ લોન્ડ્રીના કપડા માંગતા આરોપી કપડા આપવા બહાર નિકળતા પોલીસ દ્વારા આરોપીને રીતુઆનંદ પરમેશ્વર પ્રસાદ સીંઘ. મુળ રહે. ઝારખંડ, હાલ: ભીલાઇ, છત્તીસગઢવાળાને પકડી પાડવામાં આવ્યો છે.
આમ પ્રારંભીક તપાસમાં પોલીસ દ્રારા કુલ રૂપીયા ૧,૧૫, ૯૮,૦૦૦/- ના સાયબર ફ્રોડના ૩ ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે તથા આરોપી દ્રારા _કુલ-૯૦ વેબસાઇટ બનાવી સામાન્ય નાગરીકોને વિવિધ ફ્રેન્ચાઇઝ આપવાના બહાને સબમીટ કરાવેલ હજારો ફોર્મની વિગતો મેળવી ભારત દેશના કયાં કયાં રાજ્યોમાં આરોપીઓ દ્રારા ફ્રોડ કરવામાં આવ્યુ છે, તે બાબતે આગળની તપાસ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ચલાવી રહી છે.