Friday, September 20, 2024

મોરબી : કોરોના દિવંગતોના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની પોથીયાત્રા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરીવાર દ્વારા તા ૧૨ થી તા . ૧૮ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે ભાગવત સપ્તાહની ગત રોજ પોથીયાત્રા યોજવામાં આવી હતી જે પોથીયાત્રા ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતે આવેલા ઉમિયા માતાજી મંદિર થી શુભારંભકરવામાં આવ્યો હતો જે પોથીયાત્રા શહેરના સર્કીટ હાઉસ , મહારાણા પ્રતાપ સર્કલ , વાઘજી ઠાકોર પ્રતિમા , વીસી ફાટક , શક્તિ ચોક , નગર દરવાજા ચોક , શાક માર્કેટ ચોક , વસંત પ્લોટ , રામ ચોક , જયદીપ કંપની ચોક , સુપર માર્કેટ , સરદાર પટેલ પ્રતિમા , બાપા સીતારામ ચોક , સ્વાગત હોલ , રવાપર ચોકડી , અવની ચોકડી , ઉમિયા સર્કલ , ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શકત શનાળા થઈને પટેલ સમાજ વાડી પહોંચી હતી જે પોથીયાત્રાનું સામાકાંઠા , નગર દરવાજા ચોક , વસંત પ્લોટ , બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પોથી યાત્રામાં ઘોડા,કાર,બાઈક,રથ,બસ,ટ્રેકટરના મોટા કાફલા સાથે નીકળી હતી જેમનું મોરબીના વિવિધ સામાજિક,રાજકીય અને શહેરીજનો દ્વારા ફૂલ,હાર,ઢોલ,ડી.જે ના સથવારે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ પોથીયાત્રા સનાળા પટેલ સમાજ વાડી ખાતે પૂર્ણ થઈ હતી આ પોથી યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર