Tuesday, January 21, 2025

મોરબી: સી.એન.જી. રીક્ષામાં બેઠેલ વૃદ્ધની નઝર ચુકવી રોકડ રૂ. 45 હજારની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયા ફાટક ચાર રસ્તાથી વીસીફાટક સુધીમાં સીએનજી રીક્ષામાં બેઠેલ વૃદ્ધની નઝર ચુકવી બે શખ્સોએ રોકડ રકમ રૂ. ૪૫ હજારની ચોરી કરી લઇ ગયા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના વાઘપર ગામે મનસુખભાઇ રાંકજાની વાડીમાં રહેતા જામસિહ મેથુસિહ બાબરીયા (ઉ.વ.૬૦) એ આરોપી લીલા કલરની પિળા વુડ વાળી તેમજ એપલના નિશાન વાળી સીએનજી રિક્ષાના રિક્ષા ચાલક ઈસમ તથા સાથે બેઠેલ અન્ય એક ઈસમે ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદી રિક્ષામાં બેઠેલ હોય ત્યારે માળિયા ચાર રસ્તાથી વીસીફાટક સુધીમાં ફરીયાદીના પેંન્ટના જમણા ખીચ્ચામા રહેલ રોકડ રૂપીયા ૪૫,૦૦૦/- આરોપીઓએ એક બીજાની મદદગારીથી ફરીયાદીની નજર ચુકવી કોઇપણ રીતે રોકડ રૂપીયા ૪૫,૦૦૦/- કાઢી લઇ ચોરી લઇ ગયા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર જામસિહે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો-૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર