કાળઝાળ ગરમી હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલર મુકવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી: મોરબી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે દરેક વોર્ડમાં તાત્કાલિક કુલર મુકવા સામાજિક કાર્યકરોએ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને દુધરેજીયા તથા જીલ્લા કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજુઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં કાળજાળ ગરમી હોવાથી સીવીલ હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓ પોત પોતાના ઘરેથી પંખા લાવવા પડે છે. જેથી હોસ્પિટલમાં તાત્કાલીક કુલર મુકવામા આવે અને ગત વર્ષે પણ કાળજાળ ગરમીમાં કુલર મુકેલ હતા તેથી હાલ પણ ભયંકર ગરમી પડતી હોય જેથી પંખા કાંઈ અસર કરતા નથી અમુક એટકના દર્દીઓ આવે છે અમુક ડાયાબીટીસ તથા અમુક બીપી લો થઈ જાય એવા દર્દીઓ માટે ખાસ કુલરની જરૂરત છે. આ રજુઆત ધ્યાને લઈને તાત્કાલીકના ધોરણે હોસ્પિટલમાં કુલર મુકવામા આવે તેવી દર્દીઓ અને સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.