મોરબી સીટી પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરાવ બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડયો
મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરી થયેલ મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સર્વેલન્સ સ્ટાફ જુના ઘુટુ રોડ, સનવલ્ડ સીરામીક ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ઘુંટુગામ બાજુથી એક શંકાસ્પદ મોટરસાયકલ લઇ એક સવારીમા નિકળતા જે અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયેલ ઇસમ હોય જેને રોકાવી મોટરસાયકલના રજીસ્ટર નંબર GJ-36-P-0088 નંબર ઇ-ગુજકોપમાં સર્ચ કરતા જે મોટરસાયકલ બીપીનચંદ્ર ગોરધનભાઇ રાચ્છ રહે- વર્ધમાનનગર મોરબી વાળાના નામે હોય જેથી મોટરસાયકલના ચાલક પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહીં હોવાનુ જણાવતા કાયદેશરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમા નગરદરવાજા પાસે આવેલ નાસ્તા ગલીમાથી સદરહુ મોટરસાયકલની પોતે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી આરોપી ગજુભાઇ જાલમભાઇ દેવડા ઉ.વ.રર રહે. હરીઓમપાર્કમા નવી કંટ્રક્શનની સાઇટ ઉપર, જુના ઘુટુ રોડ મોરબી ળગામ પીઠમપુરા તા.પારા જી. જાંબુઆ (એમ.પી.)વાળાને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.