Sunday, September 8, 2024

મોરબી શહેરમાં ખાડા રાજ ? મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદ એ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોના રોડ રસ્તાઓ ધોવાઈ જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ ખખડધજ હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના અમુક વિસ્તારોમાં તો વાહન ચાલકો એક ખાડો તારવવા જાય તો બે ખાડામાંથી પસાર થવું પડે છે જાણે મોરબી ખાડામાં હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે અને જાણે વિકાસની મોટી મોટી ગુલબાંગો ફુંકતા નેતાઓને આ ભંગાર હાલતમાં ફેરવાયેલા રોડ રસ્તા ની તસ્વીરો જ કહી દે છે કે શું આ છે મોરબી શહેરનો વિકાસ!!

હજુ તો સીઝનનો માંડ પાંચથી છ ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં તો મોટાભાગના વિસ્તારોમાં ખાડા રાજ થઈ ગયું છે તો પછી કદાચ 10 ઇંચ જેટલો વરસાદ એક સાથે એક દિવસ માં પડેતો શહેરના રોડ રસ્તાઓ ની હાલત એટલી હદે ખરાબ થઇ જાય કે “મોરબીમા ખાડા” વાક્ય ને “ખાડામાં મોરબી” મા ફેરવાઈ જતા વાર ન લાગે તે કડવી હકીકત છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર