મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રી આપી રહી છે સિલિકોસિસ નામનું જીવલેણ મોત?
ખાણ અને સીરામીક ઉધોગના મજૂરોના જીવતર ભરખી જાય છે આ રોગઃ મોરબીમાં તાજેતરમાં બે દર્દી આ રોગને કારણે મોતને ભેટ્યાઃ જિલ્લાભરમાં 200થી વધુ દર્દીઓ
સિલિકોસિસ આ એવો રોગ છે જેનો ઈલાજ માત્ર મોત જ છે.કેમ કે આ રોગને માત્ર થતો અટકાવી શકાય છે પણ તેનો કોઈ ઈલાઝ નથી. આવો ખતરનાક રોગ છતાં પણ આ રોગ પ્રત્યે કોઈ જાગૃતિ માટે સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ રોગ થવાનું કારણ મોરબી સીરામીક ઉદ્યોગ અને બેલાની ખાણોમા ઉડતી ડસ્ટ જવાબદાર છે. વ્યવસાયિક રોગ તરીકે જાણીતા આ સિલિકોસિસ નામનો રોગ મોટા ભાગે જ્યાં ખાણનું કામ થતું હોઈ કે જ્યાં રજકણ ઉડતા હોય તેવા ઉધોગોના મજૂરોને આ પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે.આ રોગ અતિ ગંભીર પ્રકારનો હોઈ સરકારે પણ આ રોગ જેને થઈ તેને સારવાર મફત અને વળતરની જોગવાઈ કરી છે. પરંતુ આ બધી જોગવાઈ માત્ર ચોપડા ઉપર જ છે. કેમ કે આ રોગના કારણે મોરબીમા જ માત્ર ટૂંકા ગાળામાં બે વ્યક્તિ મોતને ભેટ્યા છે. જાણવા મળ્યા મુજબ જિલ્લાભરમાં ૨૦૦થી વધુ દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે. મોરબી સીરામીક ઉદ્યોગ જે આર્થિક રીતે સક્ષમ છે અને સરકારમાં કે કોઈ પણ સરકારી કચેરીમા પોતાના ધાર્યા કામ કરાવી શકે છે.તો સીરામીક ઉદ્યોગ કેટલો સ્વાર્થી છે તે એ વાત ઉપરથી સમજી શકાય છે.
કે આ રોગની જાગૃતિ માટે ક્યારેય સીરામીક ઉદ્યોગે કોઈ જાહેર કાર્યક્રમ નથી કર્યો કે ન તો મજુર વર્ગમાં આ રોગ પ્રત્યે કોઈ જાગૃતિ આવે તેવા કોઈ પગલાં ભર્યા છે. આ રોગ મોરબીમાં થવાનું સહુથી મોટુ કારણ સીરામીક ઉધોગ છે. ત્યારે સીરામીક ઉદ્યોગે આ રોગ માટે જાગૃતિ આવે તેવા કામ કરવા જોઈએ અને આ રોગથી પીડાતા હોય તેની સારવાર માટે એક અલગ ભંડોળ ઉભું કરવું જોઈએ હા, સરકાર આ રોગ માટે માત્ર કાગળ ઉપર બધી સેવા આપે છે તે અલગ વાત છે.સીરામીક ઉદ્યોગ પોતાના દરેક પ્રશ્નો માટે હોં હાં કરી નાંખે છે તો પછી આ ગંભીર રોગ સામે કેમ કાઈ પગલાં નથી ભરતું શું આ રોગનો ભોગ મજુર વર્ગ થાય છે માટે….?
આ રોગ જેટલો ગંભીર છે તેટલું જ બિનજવાબદાર સરકારી તંત્ર છે મોરબી સરકારી હોસ્પિટલમાં આ રોગ સામે સારવાર આપી શકાય તેવી કોઈ સુવિધા જ નથી સીરામીક ઉધોગ એસોસિયેશન કોઈ પણ તકેદારી કોઈ પગલા લેતું નથી: આ માટે સરકારને ક્યારેય રજુઆત કરી છે કે કેમ ? મજુરની જિંદગી આ લોકો માટે કોઈ મહત્વની નથી.!
હાલમાંજ સરકારી તંત્રની લાપરવાહીના કારણે મોરબીમાં એક મજુરનું મોત થયું હતું. જે સીરામીક સાથે સંકળાયેલાં છે.