મંદીના માહોલમાં તેજીનો ધંધો: મોરબી સિરામિક એસોસિશેયનના મોરલા મોતી ચણવા જાય?
NGT નાં દંડની રકમ જેમને ભરી તેને શું ફાયદો થયો અને નથી ભરી તેને શું નુકશાની ? આતો એવી વાત છે જો દે ઉસ કા ભી ભલા નાં દે ઉસ કા ભી ભલા ?
મળતી માહિતી મુજબ હાલ મોરબી સિરમિકમાં આવેલ NGT ના દંડ બાબત નું ઉઘરાણું ચાલી રહ્યું છે જેમાં ૩૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રકમ જમાં કરાવી છે જ્યારે ૨૫૦ થી વધુ કારખાના વાળાઓ આ રકમ આપવા ત્યાર નથી નવાઈ ની બાબત તો એ છે કે આ રકમ રોકડ થી ઉઘરવામાં આવે છે.
સામાન્ય લોકો ને સમજાય એવો સીધો અને સાદો પ્રશ્ન એ છે કે એસોસિયેશન ના કહેવા થી જેને દંડ ના ૧૦% રકમ ભરી એને શું ફાયદો થયો અને નથી ભરી એને શું નુકશાન ગયું એ સવાલ હજી કાશીમાંના ડાબલા જોવો છે.
પહેલા એસોસિયેશન દ્વારા B C પટેલ નામનો વાઘ લાવી કમિટી ની વાહવાહી કરી પછી જ્યારે કોથળા માંથી બિલાડું નીકળ્યું તો પાસા ઉઘરાણા ચાલુ કર્યા હાલ સિરામિક પાસે આ બાબત ની કોઈ માહિતી નથી કોઈ ચોકકસ રસ્તો પણ મુખ્ય હેતુ ઉઘરાણા અને સેટિંગ નો છે જેમાં અમુક મોરલા ઘણા દિવસો થી પીછાં ફેલાવી કળા કરવા લાગ્યા છે.
NGTનો દંડ એ કાયદાકીય બાબત છે જેમાં કોઈ સરકાર કે સરકાર નો બાપ પણ હસ્તક્ષેપ કરી શકે નહિ , અને જો સરકાર જ સેટિંગ થી પતાવટ કરતી હોઈ તો ગુજરાત સરકાર ઉપર જ 2618 કરોડ નો દંડ જે જાતે ના કરી શકે ? હાલ જે રીતે સરકાર સાથે સેટિંગન ની વાતો થાય છે તે મુજબ માનો કે સરકાર માં સેટિંગ થય જાય તો જેને આ રકમ ભરી નથી કે ભરવા તૈયાર નથી તેનો દંડ ઊભો રહશે..?
અમે શરૂવાત થી કહેતા આવ્યા છીએ કે કોલગેસ ની પરમિશન જીપીસીબી એ આપી તો NGT દંડ જીપીસીબી ને આપી સકે નહિ કે ઈન્ડસ્ટ્રીઝ ને પણ આજ દિન સુધી દિશાહીન એસોસિયેશન નો મુખ્ય હેતુ કંઈ જુદો જ હતો હવે એ ૫% રોકડ રકમ ના ઉઘરાણા માં દેખાઈ આવે છે
દેશના ટોપ ટેન વકીલો ની ફી 25 લાખ થી વધુ નથી તો આ 5 ટકા નું ઉઘરાણા લેખે 25 કરોડ નું શું જો સરકાર 25 કરોડ માં 500 કરોડ નું સેટલ કરતી હોઈ તો કોલ કોર્પોરેશન ને આપેલ 16000 હજાર કરોડ ના દંડ નું સેટિંગ ના કરી લે… છેલ્લે સેટિંગ અને સરકાર ના વહીવટ ની વાત હોઈ તો આજ દિન સુધી આપેલ ચૂંટણી ફંડ નું શું?
હાલની સિરામીક નું ઉઘરાણું કે વાતો કોઈ કાયદા નિષ્ણાંત ના ગળે ઉતરે તેવું નથી તેવી વાતો હાલ ઘણા ઉધોગપતિઓ દ્વારા કરવામાં આવી રહી છે.