મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો : 2 રૂપિયા જેટલો ગેસના ભાવમાં વધારો
મોરબી સીરામીક ઉદ્યોગને મંદીના માહોલ વચ્ચે વધુ એક માંઠા સમાચાર મળ્યા છે
મોરબી સિરામિક ઉદ્યોગ દેશ અને વિદેશમાં ખૂબ જાણીતું છે દેશના વિકાસમાં મોરબી સિરામિક ઉદ્યોગનો સિંહ ફાળો રહ્યો છે ત્યારે આ સીરામીક ઉદ્યોગને વેગ આપી અને સીધી ચાઇના ને ટક્કર આપી શકે તેવા પગલાં સરકારે ભરવા જોઈએ તેની જગ્યાએ અવારનવાર ભાવ વધારાનો સામનો આ મોરબીના સીરામીક ઉદ્યોગને કરવો પડી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે જેથી હાલ મંદીના માહોલમાંથી પસાર થતા સીરામીક ઉદ્યોગને ફટકો પડશે
દેશનું બજેટ બહાર પડે તેમાં ભાવ ઘટાડા ની આશા રાખીને બેઠેલા સીરામીક ઉદ્યોગને દર વખતે જે પ્રકારે આશા ઠગાવનારી નીવડે છે તે પ્રકારે ફરી એક વખત સિરામિક ઉદ્યોગને ભાવ ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યુ છે અને ભાવ વધારો નો ભાર આવી પડ્યો છે
મોરબી સિરામિક ઉદ્યોગ મુખ્યત્વે ગુજરાત ગેસ પર આધારિત છે જેમાં આજે ફરી એક વખત બે રૂપિયા જેવો તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે જો જુના ભાવની વાત કરીએ તો હાલમાં 42. 61 રૂપિયા ભાવ હતો તે વધીને 44.68 રૂપિયા થયો છે જેથી આજથી જ સિરામિક ઉદ્યોગ ઉપર ભારણ વધશે