મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત 53 હજારની ચોરી
મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત 53 હજારના મતામાંલની ચોરી
મોરબી: મોરબી શનાળા રોડ સત્યમપાનવાળી શેરી શ્રીજી નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ. ૫૩૦૦૦ નાં મતામાંલની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ સત્યમપાનવાળી શેરી શ્રીજી નગર સોસાયટીમાં રહેતા અલ્કાબેન દિનેશભાઇ ચેતા (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૧૨-૨૦૨૩ થી ૧૭-૧૨-૨૦૨૩ દરમ્યાન અજાણ્યા ચોર ઈસમએ ફરીયાદી ના મકાનનો દરવાજાનો નકુચો તાળા સહીત તોડી ઘરમા પ્રવેશ કરી કબાટનો લોકતોડી સોનાનો ચેઇન તથા સોનાની પેન્ડલ બુટી તથા ચાંદીની લકી, ,ચાંદીના સાંકળા, ચાંદીની પ્યાલી તથા ચાંદીની વાટકી તથા રૂદ્રાક્ષ નુ પેન્ડલ ચાંદીનુ મળી કુલ રૂ.૪૮૦૦૦/- તથા રોકડ રૂ.૫૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૫૩,૦૦૦/-ના મુદામાલ ની ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર અલ્કાબેને આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.