મોરબી: છકડો ચલાવતા કાસમભાઈ સુમરાની દિકરી શબાનાબેને NMMSની પરીક્ષા રાજ્યમાં પ્રથમ નંબરે પાસ કરી
મોરબીના વિરપરડા ગામ ની દીકરી શબાના કાસમભાઈ સુમરાએ તાજેતરમાં લેવાયેલ ધોરણ-૮ એનએમએમએસ (નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશિપ)ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે પાસ કરતા રાજ્ય સરકાર તરફથી રૂા.૨.૫૦ લાખ પ્રોત્સાહનરૂપી ઈનામ આપવામાં આવ્યું છે.
દિકરીના પિતા કાસમભાઈ સુમરા છકડો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાધરણ પરિવારમાંથી હોવા છતાં દિકરીએ અથાગ મહેનત કરી રાજ્યમાં સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું અને સમગ્ર સુમરા સમાજ અને વિરપરડા ગામનું નામ રોશન કર્યું હતું.