મોરબી: ચારોલા સ્મિત ધો-10માં 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન
હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્કથી મેળવી સિદ્ધિ
મોરબી: મોરબીના મધ્યમ વર્ગમાંથી આવતા સ્મિત ચારોલાએ પેલી કહેવત ને સાર્થક કરી છે કે “સિદ્ધિ જઈ તેને વરે જે પરસેવેથી ન્હાય” મોરબીમાં રહેતા અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા સ્મિત ચારોલાએ ધો-૧૦ બોર્ડમાં ૯૯.૯૯PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો છે તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ નંબર મેળવી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગઈકાલના રોજ ધો-૧૦ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં પ્રોવીઝનની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા સ્મિત ચારોલાએ ધો-૧૦ બોર્ડના પરિણામમાં સિંહ ગર્જના કરી હતી. અને ધો-૧૦ ની પરીક્ષામાં ૯૯.૯૯ PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમની આ સખત મહેનત રંગ લાવી હતી અને જેના કારણે સ્મિત ચારોલા ધો-૧૦ બોર્ડમાં ગુજરાતમાં પ્રથમ નંબર ઉતીર્ણ થયો તેમજ મોરબી જીલ્લામાં પણ પ્રથમ નંબર મેળવી સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યું છે. અને રાજ્યમાં ડંકો વગાડ્યો છે. મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા સ્મિતભાઈના માતા પિતા સાથે વાત કરતા તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમને ગૌરવ અપાવ્યું હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સ્મિત ચારોલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તે ડેઈલી દિવસનું ત્રણ કલાક વાચન કરતા હતા અને વાંચન કરેલ બધું અઠવાડીયે રીવીજન કરતા હતા. તેમજ તેમના પરિવાર અને શાળાના સહયોગ થકી તેમને આ સારી પરીણામ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું.