મોરબી : ચક્રવાત ન્યુઝની ઈફેક્ટ અંતે પાલિકાએ ફાટેલ રાષ્ટ્રધ્વજ ઉતાર્યો
મોરબી: ગઈકાલે વહેલી સવારે ચક્રવાતના પત્રકાર ના ધ્યાનમાં રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં જોવા મળ્યો હતો જે શનાળારોડ ઉમિયા સર્કલ પર નેતાઓની આગેવાનીમાં જે તે સમયે 108 ફૂટ લંબાઈમાં ફરકાવવામાં આવ્યો હતો પણ નફટ તંત્ર પાલિકાના અધિકારીઓ માવજત લેતા ભૂલી ગયા હતા અવાર નવાર ફાટેલી હાલતમાં પત્રકાર અથવા શહેરની જનતા ધ્યાન દોરે છે ચક્રાવાતમાં સમાચાર બાદ અન્ય મીડિયા ના મિત્રો દ્વારા નોંધ લેવાતા તાત્કાલિક પાલિકા દોડતી થઇ હતીને અંતે રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો.
મોરબીના ઉમિયા સર્કલે ફરકતો રાષટ્રઘ્વજ ફાટી ગયાની ફરિયાદ મળતા ચીફ ઓફિસરે તુરંત ટિમ દોડાવી ખંડિત થયેલા રાષ્ટ્રધ્વજને નીચે ઉતરાવી લીધો છે. આ જગ્યાએ હવે નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તૈયારી હાથ ધરાઈ છે.ઉમિયા સર્કલ પર થોડા સમય પહેલા મોરબી નગરપાલિકા દ્વારા દેશની આન બાન શાન સમાં રાષ્ટ્ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એવી ફરિયાદ ઉઠી હતી કે, ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્ધ્વજ ફાટી ગયો છે. રાષ્ટ્ની ગરીમાંનું ખંડન થઈ રહ્યું હોય ચીફ ઓફિસર ડી. સી. પરમારે તુરંત પાલિકાની ટિમ દોડાવી આ ખંડિત થયેલા રાષ્ટ્રધ્વજ ને ઉતારી લેવામાં આવ્યો હતો.