Monday, September 30, 2024

મોરબી : સીરામીક ઉદ્યોગ માટે એક સારા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આપણા દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ની વિદેશ નીતિથી UAE મા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ

સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી ના દેશો દૃારા લગાવવામા આવેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી એવરેજ ૪૧.૮ % અને નવી કંપની માટે ૧૦૬% છે જે ખુબ જ વઘુ હોવાથી તે દેશોમા ચાઈના સામે ટકવુ મુશ્કેલ હોય જે બાબતે મોરબી સીરામીક એસોસીએસનદ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે વારંવાર દિલ્હી ખાતે ભારત સરકારમા રજુઆત કરતા સાસંદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતોને ઘ્યાનમા લઈ ભારત સરકાર દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીએ UAE સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમા સીરામીક ટાઈલ્સનો સમાવેશ કરતા UAE ગવર્મેન્ટ દ્વારા સીરામીક ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવતા આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલજી તેમજ માનનીય સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનો મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તેમજ તમામ સીરામીક ઉઘોઁગકારો આનંદની લાગણી સાથે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર