મોરબી સીરામીક ઉદ્યોગ માટે રાહતના સમાચાર :ગુજરાત ગેસના ભાવમાં રૂ.1.43નો ઘટાડો
ગુજરાત ગેસ કંપનીએ ફરી ગેસના ભાવમાં રૂપિયા 1.43નો ભાવ ઘટાડો જાહેર કર્યો છે જે 1 જૂનથી અમલી બનશે.
સિરામીક ઉદ્યોગની મુખ્ય જરૂરત એવા નેચરલ પાઈપલાઈન ગેસના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા 5ની જાહેરાત કર્યા બાદ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પોતાના ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વાર 1 જૂનથી ભાવ ઘટાડો અમલમાં આવે તે રીતે ગેસના ભાવમાં રૂ.1.43નો ઘટાડો કર્યો છે.
ગુજરાત ગેસ દ્વારા આપવામાં આવતા ગેસનો ભાવ 40.62/SCM છે જે 1 જૂનથી ઘટીને 38.43/SCM કરવામાં આવ્યા છે.જેથી સીરામીકઉદ્યોગકારોને હરણફાળ હરીફાઈમાં ટકી રહેવામાં ફાયદો થશે.હાલ પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસ વચ્ચે હરીફાઈમાં ઉદ્યોગકારોને ફાયદો થતો હોઈ તેવું ચર્ચાય રહ્યું છે.