મોરબીના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી મામલે SITની રચના કરાઈ
મોરબી: વિશ્વમાં ડંકો વગાડતું સીરામીક ઉદ્યોગ સાથે છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના બનાવો વધ્યા હતા જે ધ્યાને લઈને સીટની રચના કરવામાં આવી છે.
જી..હા સીરામીક ઉદ્યોગ વિશ્વમાં ફેલાયો છે ત્યારે દેશ વિદેશથી લોકો અહીં ટાઇલ્સ ની ખરીદી કરવા આવે છે તેમજ 1500 થી વધુ એકમ અહીં આવેલ છે ત્યારે અન્ય રાજ્યમાં સીરામીક ઉદ્યોગકારો સાથે છેતરપિંડી ના બનાવો વધ્યા હતા સીરામીક પ્રોડક્ટ ની ખરીદી કર્યા બાદ પેમેન્ટ સમયસર ચુકવણી ન કરવી કોર્ટમાં કેશ કરવા ધમકી મળવી આવા અનેક બનાવો ને ધ્યાનમાં લઈને સીરામીક ઉદ્યોગકારો દ્વારા રાજ્યના ગૃહમંત્રી ને રજુઆત કરવામાં આવી હતી ત્યારે બસ સ્ટેન્ડ નું લોકાર્પણ દરમિયાન હર્ષ સંઘવી દ્વારા ઉદ્યોગકારો સાથે મિટિંગ કરીને તાત્કાલિક નિવેડો લાવી જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ એક સીટ ની રચના કરવામાં આવી છે જેમાં 2 P.s.i સહિત 10 પોલીસ જવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ટિમ હવે સીરામીક ઉદ્યોગકારો સાથે છેતરપીંડી થતા અટકાવશે કે નહીં તે જોવું રહ્યું હાલતો સીટ ની રચના થતા ઉદ્યોગકારો માં હર્ષની લાગણી તેમજ એક નવી આશા જાગી છે.