સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર:ગુજરાત ગેસ દ્રારા આજે ફરી 2.65 રૂપિયાનો ભાવ વધારો
સાતમ આઠમ નાં તહેવાર ટાણે ભાવ વધતા સિરામિક ઉદ્યોગ પર કરોડોનું ભારણ વધશે
એક તરફ સિરામિક ઉદ્યોગની સ્થિતિ હાલ સારી નથી ખાસ કરીને નાના પ્રોડક્શન વાળા યુનિટો અને નાની સાઈઝ બનાવતા સિરામિક ઉદ્યોગ ચલાવવો કપરો સાબીત થઈ રહ્યો છે તેવામાં સિરામિક માં વપરાતા ગેસ નાં ભાવ વધી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર ગુજરાત ગેસ કંપની દ્વારા 2.65 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છેકે હજુ 10 દિવસ પહેલાં 2.10 રૂપિયા જેવી ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે ફરી કરવામાં આવેલ ભાવ વધારો સિરામિક ઉદ્યોગની કમર તોળી નાખશે