Tuesday, March 25, 2025

મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને આ સમાચાર અર્પણ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૭માં મહાનગરપાલિકાના પાપે ટ્રક ગટરમાં ફસાયો

મોરબી શહેરમાં આવેલ લાતી પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ગટરો ખોદી રીપેર કરવામાં આવી હતી પરંતુ સ્થિત હાલમાં પણ જેશે કી તેશી ત્યારે લાતી પ્લોટ શેરી નં ૦૭માં ગટરનું પાણી ઉભરાતા વેપારીનો એક ટ્રક કિચડમાં ફસાયો હતો જેના કારણે વેપારીઓ તેમજ લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શું આ દ્રશ્યો જોઈ મ્યુનિસિપલ કમિશ્નરનુ ખુન ખોલશે અને લાતી પ્લોટમાં યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.

મોરબી લાતી પ્લોટ વિસ્તાર આજે વર્ષોથી દયનીય હાલતમા જોવા મળી રહ્યો છે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો ખદબદતી ગંદકી, ગટરોના ઉભરતા પાણી અને ખરાબ રોડ રસ્તાથી વેપારીઓ અને મોરબી શહેરીજનો પરિચિત છે. લાતી પ્લોટ વિસ્તાર આમ પણ રામ ભરોસે છે પ્રાથમિક સુવિધાઓ થી કાયમી વંચિત રહ્યો છે. નેતાઓ માત્ર ચૂંટણી સમયે આ વિસ્તારના નાનામોટા ઉદ્યોગકારોનાં મતો મેળવવા માટે માત્ર આ વિસ્તારમાં ચકરો મારે છે ચુંટણી પત્યા પછી આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.

થોડા સમય પહેલા મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ગટરો ખોદી તેનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પણ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા હતા મનફાવે તેમ ગટરો ખોદિ કેટલાક દિવસો સુધી એમનન રાખી મુકી હતી કામ ચાલુ કર્યું તો ગોકળગતીએ કામ કરી વેપારીઓને વધારે હેરાન પરેશ કરી દિધા હતાં રસ્તા બંધ થઈ જતા વેપારીઓને માલસામાન લઈને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેના સમાચારો પણ પ્રસિદ્ધ થયા હતા ત્યારે ફરી એક વખત મોરબીનાં લાતી પ્લોટ શેરી નં ૦૭માં મહાનગરપાલિકાના પાપે એક ટ્રક ફસાયો છે. લાતી પ્લોટમાં ગટરના પાણી ઉભારતા કિચડમાં વેપારીનો ટ્રક ફસાઈ ગયો હતો જેથી ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો શું મહાનગરપાલિકાના કમીશ્નરને નહી દેખાતું હોય કે આ ઉદ્યોગીક વિસ્તાર છે તો ત્યાં સારા રોડ બનાવી દેવામાં આવે ઉભરાતી ગટરોનું નીરાકરણ લાવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે ફક્ત ડીમોલેશન કરીને જ સારી કામગીરી નથી કરી શકતા તેથી આવનાર દિવસોમાં જોવું રહ્યું કે શું મહાનગરપાલિકા દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે શું વેપારીઓને આ નર્કાગાર સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવશે કે નહીં તે આવનાર સમયમાં જોવું રહ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર