Sunday, September 8, 2024

મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કીંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડના પાર્કીંગમાથી બાઈક ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી એલ.ઈ.કોલેજ પાસે રહેતા પરેશભાઈ વિનોદભાઈ પિત્રોડા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૪-૨૦૨૩ થી ૧૧-૦૪-૨૦૨૩ ના કોઈ પણ સમય દરમ્યાન અજાણ્યા આરોપી એ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં. જીજે-૩૬-કે-૫૩૯૧ જેના સને ૨૦૧૮ નુ મોડલ બ્લેક કલર લાલ પટ્ટા વાળુ કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી વાળુ મોટર સાઇકલ (જંગમમિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તેજગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હતો જેથી ભોગ બનનાર પરેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર