કચ્છ જિલ્લાના આઠ મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલો ઈસમને વધુ એક ચોરીના બાઈક સાથે મોરબી પોલીસે ઝડપી પાડયો
મોરબી: કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના આઠ બાઈક ચોરીમાં સંડોવાયેલ ઇસમને વધુ એક ચોરીના મોટરસાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ પોલીસ સ્ટેશનના મળી આઠ મોટર સાયકલ ઉઠાંતરીમાં સંડોવાયેલ મૂળ મોરબી કાલીકા પ્લોટનો રહીશ વિશાલ ભીમજીભાઇ આતરેસા હાલ રહે. મીઠીરોડની બાજુમાં, ઇન્દીરાનગર, ગાંધીધામ વાળો વધુ એક ચોરી કે છળ કપટથી મેળવેલ મોટર સાયકલ સાથે મોરબી તરફ આવનાર હોવાની મળેલ બાતમીના આધારે મોરબી મહારાણા પ્રતાપ ચોક ખાતે વોચમાં હોય તે દરમ્યાન વિશાલ ભીમજીભાઇ આતરેસા રહે. હાલ મીઠીરોડની બાજુમાં ઇન્દીરાનગર, ગાંધીધામ, મુળ રહે. કાલીકા પ્લોટ, સરદારજીના બંગલા પાસે, મોરબી વાળો નંબર પ્લેટ વગરના હિરો પેસન પ્રો મો.સા. નંબર પ્લેટ વગરના સાથે મળી આવતા તેને રોકી તેની પાસેના મોટરસાયકલના લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા જે હિરો પેસન પ્રો મો.સા. ના એન્જીન નંબર JA12ABBGL09995 વાળા તથા ચેસીસ નંબર અવાચ્ય હોય જેની કિ.રૂ. ૨૦,૦૦૦/– ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ઈસમ વિશાલ ભીમજીભાઇ આતરેસા રહે. હાલ મીઠીરોડની બાજુમાં, ઇન્દીરાનગર, ગાંધીધામ, મુળ રહે. કાલીકા પ્લોટ, સરદારજીના બંગલા પાસે, મોરબીવાળાને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી. મુજબ પકડેલ છે. તેમજ મો.સા. બાબતે ઈસમને પુછપરછ કરતા પપ્પુ વાઘેલા રહે વર્ષામેડી તા. અંજાર જી. કચ્છ ભુજ વાળાનું નાંમ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન તરફ ઇસમ તથા મોટરસાયકલ સોપી આપેલ છે.
મજકૂરની પુછપરછ દરમ્યાન પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક માસમાં અંજાર તથા ગાંધીધામ તથા તેની આજુબાબજુના વિસ્તાર માંથી નવ મોટર સાયકલોની ચોરી કરેલ જે પૈકી આઠ મો.સા. પોતાના સાગરીત કરશનભાઇ ભરતભાઇ રાતૈયા રહે. ગોલાસણ તા. હળવદ વાળો અગાઉ પકડાય ગયેલ છે અને પોતાને આ તમામ મો.સા. ચોરીના કામે અંજાર તથા ગાંધીધામ પો.સ્ટે. ખાતે રજી થયેલ ગુનામાં પકડવાનો બાકી છે.