મોરબી બસ સ્ટેન્ડમાં વાઘેલા સાહેબની સ્વચ્છતા ટીમ ત્રાટકી: ડેપોમાં સ્વચ્છતા નામે મીંડું; શું જવાબદાર અધિકારીને કરાશે સસ્પેન્ડ?
મોરબી: મોરબી એસટી ડેપોમાં આજે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસથી વાઘેલાની સ્વચ્છતા ટીમ આવી હતી પરંતુ મોરબી બસ સ્ટેન્ડમા ક્યાંય સ્વચ્છતા જોવા મળી નથી ત્યારે શું જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.
મળતી માહિતી મુજબ મોરબી બસ સ્ટેન્ડમા બીજી વખત અમદાવાદ સેન્ટ્રલની સ્વચ્છતા ટીમ આવી હતી પહેલી વખત આવેલ સ્વચ્છતા ટીમ દ્વારા ડેપો મેનેજરને બસ સ્ટેન્ડમા સ્વચ્છતા ન હોવાથી ખખડાવી દંડ પણ કર્યો હોવાની માહિતી મળી હતી ત્યારે આજે સવારે બીજી વખત અમદાવાદ સેન્ટ્રલની વાઘેલાની સ્વચ્છતા ટીમ આવી હતી હતી અને ઇન્સ્પેક્શન દરમ્યાન મોરબી નવા બસ સ્ટેશનમાં સૌચાલયમા ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. બસ સ્ટેન્ડમા નીતમીત સફાઈ ન થતી હોવાની લોકોએ ફરીયાદ પણ કરી હતી. તેમજ જુનુ બસ સ્ટેન્ડ તો દયનીય હાલતમા જોવા મળ્યું હતું ત્યારે થોડા સમય પહેલાં ધ્રાંગધ્રા ડેપો ખાતે અધિકારી વાઘેલાની ટીમ આવી હતી ત્યારે સ્વચ્છતાના અભાવે વિભાગીય નિયામક દ્વારા અધિકારી એવા મેરદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ હવે મોરબી ડેપોના અધિકારી પર વિભાગીય નિયામક દ્વારા શુ પગલા ભરવામા આવે છે તે જોવાનુ રહેશે. જ્યારે સ્વચ્છતાનુ એટીઆઈ વાઘુભા ઝાલાની અંદર આવે છે ત્યારે જોવું રહ્યું કે શું વાઘુભા ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી વાઘુભાની ભક્તિ આમજ ચાલ્યા કરશે.