મોરબી બ્રાંચની નર્મદા કેનાલ દ્વારા છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવા કરાઈ રજૂઆત
માળિયા, ધાંગધ્રા તથા મોરબી બ્રાંચની નર્મદા કેનાલ દ્વારા છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવા કરાઈ રજૂઆત
અધિકારીઓની બેદરકારીના કારણે નર્મદા કેનાલમાં છોડવામાં આવેલ પાણી રસ્તામાં વેડફાતા ખેડૂતોમાં આક્રોશ
મોરબી: ખેડૂતોએ ખરીફ પાક લેવાઈ જતા રવી પાકનું વાવેતર કરેલ છે પરંતુ માળિયા (મી), તથા ધાંગધ્રા તથા મોરબી બ્રાંચની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે પાણી ખેડૂતોને મળવાની બદલે રસ્તામા વેડફાઇ રહ્યું છે જેથી રવી પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે તેથી છેવાડાના ગામડા વિસ્તારના ખેડૂતોએ બે દિવસમાં પાણી પહોંચાડવા માટે તંત્રને રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે માળીયા મીયાણા તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ જયંતીલાલ અમરશીભાઈ કૈલા તથા સમિતિના સભ્યોએ તંત્રને માનસર અરજ સહવિનંતી કરી છે કે અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયેલ છે અને કેનાલમાં પાણી આવતું નથી તો સત્વરે છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે અને જો પાણી બે દિવસની અંદર નહીં મળે તો શિયાળુ પાક નિષ્ફળ જશે જેથી કરોડો રૂપિયાનું ખેડૂતોનું બિયારણનું નુકસાન થશે અને ખેડૂતો દેવામાં ડૂબી જશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે કેનાલમાં પાણી પૂરતા પ્રમાણમાં છોડી દીધેલ છે પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણોસર પાણી રસ્તામાં વેડફાય રહ્યું છે જેના કારણે જરૂરિયાત મંદ ખેડૂતને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેથી નર્મદા કેનાલના ડિરેક્ટર તથા સર્વ સ્ટાફનું ધ્યાન દોરવા રજૂઆત કરી છે કે છેવાડાના ગામડા સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવામા આવે જેથી જરૂરિયાતમંદ ખેડૂતોને પાણી મળી શકે.
પરંતુ જો માળીયા મીયાણા તથા ધાંગધ્રા તથા મોરબી બ્રાન્ચ કેનાલ ની અંદર જો 25-11-2023 સુધીમાં પાણી છેવાડાના ગામડા સુધી પહોંચાડવામા નહી આવે તો ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા માળિયા તથા મોરબી તાલુકા આગેવાનો તથા ખેડૂત આગેવાનો સાથે બોહડી સંખ્યામાં ઉપસ્થિત રહી કેનાલ ઉપર છેવાડાના ગામ સુધી પ્રવાસી આંદોલન કરવામાં આવશે.