વાંકાનેરના ભોજપરા ગામે કારખાનાની ઓફીસમાંથી રોકડ રૂ. 5.75 લાખની ચોરી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમ જેતપરા રોડ ઉપર આવેલ એબલ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાંથી રોકડ રકમ રૂ.૫,૭૫,૦૦૦ ની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હોવાની વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ૧૦૨ પદ્માલય એપાર્ટમેન્ટ અમરનાથ મહાદેવ મંદિરની બાજુમાં ૧૫૦ ફુટ રીંગરોડ પર રહેતા નરોત્તમભાઈ રવજીભાઈ સરસાવાડીયા ઉ.વ.૫૨વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૩ દરમ્યાન ગમે ત્યારે ફરીયાદીના કારખાનામા કોઇ અજાણ્યા ચોર ઈસમે રાત્રીના સમયે કારખાનાની પાછળના દિવાલના તાર કાપી કારખાનામા પ્રવેશ કરી કારખાનાની ઓફીસના ટેબલ ઉપર હોલ કરી ટેબલનુ ખાનુ ખોલી ખાનામા રહેલ રોકડા રૂા.૫,૭૫,૦૦૦/- તથા હાર્દિકના થેલામા રહેલ પાકીટમાથી રૂા.૫૦૦/- મળી કુલ રોકડ રૂા.૫,૭૫,૫૦૦/- ની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર નરોત્તમભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.