મોરબી : ભક્તિનગર સર્કલ પાસે ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંક્યા
મોરબીમાં બહેનની સાથે મોબાઈલમાં વાત કરતાં યુવાનને ૩ શખ્સોએ છરીના આડેધડ આઠ ઘા ઝીકયા મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈક સાથે બાઈક અથડાવીને તેને નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ તેના ઉપર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર છરીના આડેધડ ૮ જેટલા ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા
જેથી મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવમાં ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટી શેરી નં -૩ માં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ પુજારા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇલ્યાસભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ , નવાજ બ્લોચ અને સૈજુ સબ્બીર નામના ત્રણ શખ્સો સામે તેના દીકરા ઉપર જીવલેણ હુમલો કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે
જેમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ તેના દીકરા ભાવિક આરોપી ઇલ્યાસની બહેન ના ફોન ઉપર ફોન કરીને વાતો કરતો હતો અને તેની બહેન પણ તેને ફોન કરતી હતી જે બાબતનો ખાર રાખીને ઇલ્યાસ , નવાજ અને સૈજુએ ભાવિક પુજારા જ્યારે મોરબીના સનાળા રોડ ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે ભક્તિનગર સર્કલ પાસે તેના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી ભાવિક પુજારા રોડ ઉપર નીચે પડી જતા તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ભાવિકને શરીરે આડેધડ આઠ જેટલા ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી યુવાનને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે