મોરબી અવની ચોકડી પાસે રોડ ઉપર આવેલ દબાણ દૂર કરવા ચિફ ઓફિસરને રજૂઆત
મોરબી: મોરબી નગરપાલિકા વોર્ડ નં -૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ બનાવવામાં આવેલ અનધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા સ્થાનીકોની નગરપાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત.
મોરબી અવની ચોકડી નજીક રહેતા રહિશોએ મોરબી નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના ૨ ફુટના ઓટલા ઉપરાંત ૬ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ ૬ ફુટના ઓટલાથી આગળ ૪ ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. આજુબાજુની સોસાયટીના બહેન દિકરીઓને પણ ના છુટકે આવા ગેરકાયદેસર દબાણના કારણે સાકડા રસ્તાના કારણે ત્યાથી ફરીને પસાર થવુ પડે છે આજુબાજુની સોસાયટી ના નાના બાળકો માટે તો ત્યાથી પસાર થવું અત્યંત જોખમી બની ગયેલ છે અને વારંવાર આ ગેરકાયદે દબાણ ના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે.
આમ અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશો ને આ અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે. તેમજ અવની ચોકડીથી ચોકિયા હનુમાન સાઈડ પર અમુક જગ્યાના દબાણના કારણે રોડને ૨૫ ફૂટ ની જગ્યા મળતી નથી ખરેખર રોડ ૩૩ ફૂટ રોડ ખુલ્લો કરાવવા અવાર-નવાર મૌખિક રજુઆતો તેમજ તારીખ ૦૧/૦૨/૨૦૨૪ તથા તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ લેખિત અરજીઓ કરેલ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી તેથી વહેલી તકે દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનીકો દ્વારા મોરબી પાલિકાને લેખીત રજુઆત કરી છે.