મોરબીમાં અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે
મોરબી: ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે તા. ૦૭ ને રવીવારે અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ મચ્છુ માતાજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૭ ને રવીવારે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્ય દિન નિમિતે રથયાત્રા યોજાશે જે રથયાત્રા સવારે મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રસ્થાન થશે અને શહેરના રાજમાર્ગો પરથી ફરીને નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોંચશે રથયાત્રા દરમિયાન રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ દ્વારા રાસ ગરબાની સાંસ્કૃતિક રમતોની રમઝટ બોલાવાશે તેમજ ઢોલ નગારાના તાલે ઝૂમતા રથયાત્રા આગળ વધશે તથા આ શોભાયાત્રામાં ઝાઝાવડાદેવ- ગ્વાલીનાથ મહાદેવ ગામ થરા (બનાસકાંઠા) ની પરમગુરૂગાદી ના સંત શીરોમણી મહંતશ્રી ધર્મધુરંધર – ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ધનશ્યામપુરીજી શિવપુરીજી મહારાજ તથા શ્રી મહેશપુરી (મુન્નાબાપુ) શ્રી શિવપુરીધામ – દ્વારકાના સંતદર્શન કરવાનો અવસર મળ્યો છે. ત્યારે બહોળી સંખ્યામાં ભરવાડ સમાજ તથા રબારી સમાજમાં એકતાના દર્શન કરવા મચ્છુ માતાજીની જગ્યાના મહંત ગાંડુંભગત બીજલભગત ગોલતરે સૌને આ શોભાયાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.