Tuesday, September 17, 2024

મોરબી: “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ રૂરલ આઇટી ક્વીઝ સ્પર્ધા યોજાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ – ૨૦૨૪ની જીલ્લાકક્ષાની સ્પર્ધા “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત. “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી જીલ્લો દ્વારા દરવર્ષે, નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝનું આયોજન કરવામાં આવે છે.

નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ-૨૪ નું આયોજન કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ-૨૦૨૪નું આયોજન કરવામાં છે.

નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-‘૨૪ સ્પર્ધામાં મોરબી જીલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક 20 સ્કૂલ નાં 196 સ્પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓએ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-‘૨૪ માં ભાગ લીધેલ. જેઓ એ 15 + 5 પ્રશ્નો દરેક માં 4 વિકલ્પ હોય છે.આ નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ ની સ્પર્ધા માં 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પસંદ થયા નિર્ણાયક તથા સહયોગ બદલ પ્રોફેસર કમ શિક્ષક રામદેભાઈ કાનાભાઈ ડાંગર, શ્રી નવયુગ સંકુલ વિરપર જેઓ ખાસ ઉપસ્થિત રહી સર્વોત્તમ આયોજન બદલ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

તેમજ આ જીલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ માં 15 વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા તારીખ 13 / 09 / 2024 ગાંધીનગર જશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર